Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

STD 6 COMMON ENTRANCE EXAMS TEST FOR GYANSETU GYANSHAKTI RAKSHASHAKTI SCHOOLS



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

STD 6 COMMON ENTRANCE EXAMS TEST FOR GYANSETU GYANSHAKTI RAKSHASHAKTI SCHOOLS

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષા

A precious opportunity for best quality free education from class 6 to 12 Common Entrance Test for class 6

CET EXAM STD 6 QUESTION PAPER AND ANSWER KEY PAPER SOLUTION


The below mentioned schemes are starting from the next academic session 2023-24 by the Government of Gujarat through social partnership.

Entrance Test Exam For Admissions In Below Schools

Gyanshakti Residential Schools

Gyanshakti Tribal Residential Schools

Gyansetu Day Schools

Raksha shakti Schools

COMMON ENTRANCE TEST FOR STANDARD 6


In these schools, talented students studying in government schools of Gujarat state will be identified and provided future oriented high quality education equipped with best physical and digital infrastructure facilities.

આ પણ વાંચો::

૧) વિવિધ સરકારી યોજનાઓની માહિતી જુઓ અહીંથી

૨) વિવિધ સરકારી નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરો અહીંથી

The government has issued Expression of Interest (EoI) Wednesday for which pre-bid meeting is scheduled on February 8 with last date of submission of documents on February 21.

AFTER PROPOSING residential schools on public private partnership (PPP), the Gujarat education department has proposed “Gyan Setu” day schools on a similar model.

In the first year, 400 schools across the state are to be set up with atleast one in each taluka and municipal corporation.

With a capacity of 500 students for every school, two lakh students are estimated to be admitted in the first year.

The government has issued Expression of Interest (EoI) Wednesday for which pre-bid meeting is scheduled on February 8 with last date of submission of documents on February 21.

A scrutiny committee chaired by the state project director of Samagra Shiksha will be formed to shortlist the applicants for the schools to be run in bilingual medium of Gujarati and English from Class 6 to 8 — from Class 9 onwards medium of instruction will be English only.

આ પણ વાંચો::

૧) આરોગ્યની કાળજી રાખવાની વિવિધ રીતો વિશે વાંચો અહીંથી

૨) શાળાઓ વિશેના તમામ સમાચારો વાંચો અહીંથી

Defining the functioning of the schools, the Government Resolution issued January 30,2023 states, “Utilising best available infrastructure, experience and expertise of private schools for students of government schools in cost effective manner and providing best teaching methodologies, higher learning content, bilingual medium of instructions etc matching the best schools in the private sector”.

“These are on the same model as residential schools except that these would be day schools… The day schools too are on a PPP model called as Jan Bhagidari or social partnership. Whether students will be provided meals is yet to be worked out,” Secretary Education Vinod Rao told The Indian Express.

Residential Schools of Excellence project which was announced to commence from the academic session 2022-23 has been delayed amid the state Assembly elections. These are expected to be launched with the day schools.

“This policy aims at recognising, nurturing and handholding meritorious students studying in government and grant-in-aid schools across grades 1 to 5 and providing them with the best quality of schooling from grades 6 to 12,” states the GR.

While the education department will manage the entire admission process for Gyan Setu Day schools, Gujarat Council for School Education — Samagra Shiksha — will be the implementation authority for the day schools.

આ પણ વાંચો::

CCC EXAM (સીસીસી કમ્પ્યુટર પરીક્ષા અને મટેરિયલ વિશે) INFORMATION

For admissions, there would be a common entrance test at the end of Class 5 for admission to Class 6. However, there could be entry in subsequent classes depending upon vacancies. Gender proportion shall be ensured in admissions. A taluka-level merit list shall be prepared and used to admit students in the schools.

“A lump sum of Rs 20,000 per child per year will be paid (to the project partners) for the financial year 2022-23. This will be increased on annual basis at 7 per cent every year,” the GR added.

In this, Rs 14,000 is for salaries to teaching and non teaching staff, Rs 2,500 for housekeeping and maintenance, Rs 2,500 for stationery and uniform and Rs 1,000 for co-curricular activities.

The entire capital investment and infrastructure will be provided by the organisations, along with teachers and other staff who will be hired on contractual basis by them who will not be considered as government employees. The curriculum will be developed by Gujarat Secondary and Higher Secondary Education Board (GSHSEB) in consultation with national and international boards.

🔰જ્ઞાન સેતુ (CET ધોરણ 5) યોજના પરીક્ષા પ્રશ્નપત્ર અને પેપર સોલ્યુશન /આન્સર કી ડાઉનલોડ કરો

2024:: પરીક્ષા તારીખ 30/04/2024 (શનિવાર)

આજે યોજાયેલી જ્ઞાન સેતુ (CET) સ્કોલરશીપ પરીક્ષાનુ પ્રશ્નપત્ર 👉 અહીં ક્લિક કરો

 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) - 2024 પરીક્ષાના A સિરીઝ (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ના પ્રશ્નપત્ર

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) – 2024 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્ર (ગુજરાતી/અંગ્રેજી માધ્યમ)ની પ્રોવિઝનલ આન્સર કી

પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

જ્ઞાન શકિત | જ્ઞાન સેતુ | રક્ષા શકિત | મોડેલ જેવી વિવિધ શાળાઓમાં ધોરણ ૬ માટે એન્ટ્રન્સ પરીક્ષા વિશે

જાહેરનામું જોવા માટે અહીં ક્લિક કરો

જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો

જિલ્લા વાઈજ માહિતિ જોવા માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

જિલ્લા વાઇસ આરજી કરવા માટે માહિતિ માટે અહીં ક્લિક કરો

આ ટેસ્ટની તૈયારી માટે GCERTની ધોરણ 3 થી 5ની પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

A modern educational framework for holistic development of students. Residential schools will provide facilities such as residential hostels, sports, art and skill training, best teaching methods and high quality teaching materials. Talents of talented students will be nurtured and prepared for competitive exams with career guidance.

GYAN SETU RAKSHA SHAKTI GYANSHAKTI SCHOOL ENTRANCE EXAM SYLLABUS EXAM PATTERN


In the above schools as well as in the model schools, it is planned to take the state level Common Entrance Test for admission to class 6 in the academic year of 2023-24. All these schools will be of standard 6 to 12 and the complete education will be free for all students. Eligibility for Admission:

જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ

1. ગુજરાતમાં જવાહર નવોદય વિદ્યાલય અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અંતર્ગત ઉપલબ્ધ નિવાસી સુવિધા ધરાવતી શાળાઓમાં ધોરણ 6માં પ્રવેશ માટે દર વર્ષે 4,900 બેઠકો માટે આશરે 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અરજી કરે છે.

2. ગુજરાતમાં ગુણવત્તાયુક્ત નિવાસી શાળાઓની ખૂબ મોટી અને અપૂર્ણ રહેતી માંગને પૂરી કરવા માટે, ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ની યોજના શરૂ કરવામાં આવી રહી છે.

3. નિવાસી શાળાઓની વણસંતોષાયેલી માંગને પૂરી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અંદાજિત 50 જેટલી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને માત્ર આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે બીજી અંદાજિત 25 જેટલી જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ મળીને અંદાજિત 75 જેટલી નિવાસી શાળાઓની સ્થાપના કરવામાં આવી રહી છે.

4. સમગ્ર રાજ્યમાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ દ્વારા અને આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિવાસી શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવશે. આ શાળાઓમાં ધોરણ 6 થી 12 માટે શ્રેષ્ઠ નિવાસી શૈક્ષણિક સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.

5. આ શાળાઓ સમગ્ર રાજયના તમામ 4 ઝોન એટલે કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સ્થાપવામાં આવશે. જેથી મોટાભાગના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની નજીકમાંજ નિવાસી શાળાની સુવિધા મળી રહે.

6. શૈક્ષણિક વર્ષ 2023-24થી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સમાં અને જ્ઞાન શક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સમાં ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.

7. આ શાળાઓમાં પ્રવેશ પાત્રતા અને પ્રવેશ માટેની વિધિ:

જે વિદ્યાર્થીઓએ સરકારી અથવા અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરેલ હોય, ધોરણ 5મા ચાલુ વર્ષે (શૈક્ષણિક વર્ષ 2022-23) અભ્યાસ કરી રહેલ હોય અને ધોરણ 6મા પ્રવેશ સમયે ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરશે તેવા વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પાત્ર બનશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે તેમની આ શાળાઓમાં પ્રવેશ માટે પસંદગી કરવામાં આવશે.

8. આ શાળાઓમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12નું નિવાસી સુવિધા સાથેનું ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે ગુજરાત સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે.

9. ગુજરાત સરકારના નિયમાનુસાર જુદી જુદી કેટેગરીમાં અનામતનો લાભ પ્રવેશ સમયે શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવાં આવે તે રીતે આપવામાં આવશે.

10. આ શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ શાળાના કેમ્પસમાં આપવામાં આવનાર નિવાસી સુવિધાઓ ધરાવતા હોસ્ટેલમાં રહીને જ અભ્યાસ કરવાનો રહેશે. નિવાસી સુવિધાઓ સિવાય માત્ર શાળામાં અભ્યાસ કરી શકાશે નહીં. જો વિદ્યાર્થી નિવાસ વિનાની શાળામાં અભ્યાસ કરવા ઇચ્છુક હોય તો તેમણે ફોર્મ ભરતી વખતે જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ વિકલ્પ પસંદ કરવો

FULL INFORMATION OF GYANSETU SCHOOL, GYANSHAKTI SCHOOL, RAKSHASHAKTI SCHOOL, MODEL SCHOOL

જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ

1. ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારે શાળા શિક્ષણની પ્રણાલી અને તેના માળખાકીય પરિવર્તન માટે અનેક પહેલ શરૂ કરી છે. 2. રાજયની સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ધોરણ-6 થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે આપવા માટે વિશ્વસ્તરીય સુવિધા ધરાવતી જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ ઊભી કરવામાં આવશે.

3. આ જ્ઞાન સેતુ શાળાઓના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે. a. રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ કરી અને તેમને ધોરણ 6 થી 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડે સ્કૂલિંગ વિના મૂલ્યે પ્રદાન કરવામાં આવશે b. ગુજરાતના દરેક તાલુકા/મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઓછામાં ઓછી એક જ્ઞાન સેતુ ડે સ્કૂલની સ્થાપના કરવામાં આવશે c. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું પૂરું પાડવામાં આવશે

d. ખાનગી શાળાઓની આધુનિક ભૌતિક સુવિધાઓ, અનુભવ અને નિપુણતાનો ઉપયોગ સરકારી શાળાના બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કરવામાં આવશે

૯. શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ, ઉચ્ચ અધ્યયન સામગ્રી, દ્વિભાષીય શૈક્ષણિક માધ્યમ વગેરે બાબતો આ જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સમાં આપવામાં આવશે.

4. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ માટે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોર્ડ અને નિષ્ણાંતો સાથે પરામર્શ કરીને આ શાળાઓ માટે વિશિષ્ટ અભ્યાસક્રમ અને શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ ધરાવતો અભ્યાસક્રમ વિકસાવવામાં આવશે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને 21મી સદીના કૌશલ્યો, હાયર ઓર્ડર થીંકીંગ, પ્રોબ્લમ સોલ્વીંગ કેપેસિટી, લર્નિંગ બાય ડુઇંગ, મૂલ્ય આધારિત શિક્ષણ દ્વારા બાળકોના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે.

5. આ શાળાઓમા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે.

4. જે વિદ્યાર્થીઓએ સરકારી અથવા અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરેલ હોય, ધોરણ 5મા ચાલુ વર્ષે (શૈક્ષણિક વર્ષ 2022-23) અભ્યાસ કરી રહેલ હોય અને ધોરણ 6મા પ્રવેશ સમયે ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરશે તેવા વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પાત્ર બનશે.

6. આ શાળાઓમાં ધોરણ 6માં પ્રવેશ માટે રાજય સ્તરની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સામાન્ય પ્રવેશ પરીક્ષા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે અને આ પ્રવેશ પરીક્ષાના પરિણામના મેરીટના આધારે ધોરણ-6 માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

7. પ્રવેશ પરીક્ષાના પરિણામના આધારે તાલુકાવાર મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. તાલુકાવાર મેરીટ યાદીમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરતાં તાલુકાની જ્ઞાન સેતુ ડે સ્કૂલમાં પ્રવેશ મેળવવા પાત્ર બનશે.

8. ગુજરાત સરકારના નિયમાનુસાર જુદી જુદી કેટેગરીમાં અનામતનો લાભ પ્રવેશ સમયે શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવાં આવે તે રીતે આપવામાં આવશે.

રક્ષાશક્તિ સ્કુલ્સ

રાજ્યના વિદ્યાર્થીઓ સશસ્ત્ર દળોમાં કારર્કિદીની તક પ્રાપ્ત કરે તે માટે ઉચ્ચ ગુણવત્તાયુકત

નિવાસી સૈનિક શાળાઓમાં શિક્ષણ મેળવી શકે, વિદ્યાર્થીઓને દેશની સંરક્ષણ સેવાઓ, પેરા મિલિટરી સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારર્કિદી બનાવવા માટે તક માળે તે માટે ગુજરાત સરકાર દ્વારા રક્ષા શક્તિ સ્કૂલ્સની સ્થાપના કરવામાં આવી રહી છે.

1. સમગ્ર રાજયમાં ૧૦(દસ) રક્ષાશક્તિ સ્કુલ્સની સ્થાપના કરવામાં આવશે. તે પૈકી ૦૨(બે) રક્ષાશક્તિ સ્કુલ્સ વિદ્યાર્થીનીઓ માટેની રહેશે.

2. આ શાળાઓની સમગ્ર પ્રવેશ પ્રક્રિયાનું સંચાલન શિક્ષણ વિભાગ કરશે. ધોરણ ૧ થી ૫ સુધીની સરકારી / ગ્રાન્ટ ઇન એઇડ તેમજ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ-૫ ના અંતે અરજી કરવાપાત્ર બનશે. દરેક શૈક્ષણિક વર્ષ માટે ધોરણ- ૫ ના અંતે ધોરણ-૬ માં નવા પ્રવેશ માટે રાજય સ્તરની કોમન એન્ટ્રસ ટેસ્ટ (પ્રવેશ પરીક્ષા) થશે. લેખિત પ્રવેશ પરીક્ષા ઉપરાંત જરૂર પ્રમાણે વિદ્યાર્થીઓની મેડીકલ ફિટનેશ ટેસ્ટ અને જરૂર પ્રમાણે ઇન્ટરવ્યુ પણ કરવામાં આવશે. જેના આધારે આખરી પ્રવેશ પસંદગી કરવામાં આવશે.

3. રક્ષાશક્તિ સ્કુલ્સમાં પ્રવેશ પરીક્ષાના મેરીટ આધારે સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ શાળાના વિદ્યાર્થીઓ માટે ૭૫ % જગ્યાઓ રહેશે અને ૨૫ % થી વધે નહી એ રીતે ખાનગી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

4. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોર્ડ, દેશની અન્ય સરકારી સૈનિક શાળાઓનો અભ્યાસક્રમ અને રાષ્ટ્રીય રક્ષા યુનિર્વસીટી સાથે પરામર્શ કરીને આ શાળાઓ માટે એક વિશિષ્ટ અભ્યાસક્રમ વિકસાવશે અથવા સંબંધિત હયાત અભ્યાસક્રમ અમલીકૃત કરશે. 5. વિદ્યાર્થીઓને ઉચ્ચકોટિની વિચારસરણી, સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતા, કાર્ય કરીને શીખવું, મૂલ્ય આધારિત શિક્ષણ, સામાજિક અને ભાવનાત્મક કૌશલ્યો, સ્થાનિક સંસ્કૃતની સમજ, વારસો અને અસરકારક સંચાર કૌશલ્યોથી સજજ કરી દેશની આંતરીક અને બાહ્ય સુરક્ષા અને રાષ્ટ્ર સેવા કરવાની તક મળશે.

6. 21 મી સદીના કૌશલ્યો પ્રાપ્ત કરવા પર ભારઃ આ શાળાઓ ૨૧ મી સદીની અદ્યતન કૌશલ્ય પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જે ટેકનોલોજી આધારીત હશે. જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અનુસંધાનમાં વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સજજ કરશે. તે શરીર, મન અને ચારિત્ર્યના ગુણો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે વિદ્યાર્થીઓને તેમના સર્વાંગી વિકાસ માટે શારીરિક, માનસિક અને શૈક્ષણિક રીતે રૂપાંતરિત કરશે, જેથી તેઓ સંરક્ષણ, અર્ધલશ્કરી અને પોલીસ સેવાઓમાં કારર્કિદી બનાવવા માટે તેમની ક્ષમતાઓને ઘડશે.

7. અભ્યાસેતર પ્રવેત્તિઓ પર ભારઃ રક્ષાશક્તિ સ્કુલ્સમાં ભારતમાં હાલની સૈનિક સ્કુલ સોસાયટીની પ્રવર્તમાન માર્ગદર્શિકા મુજબ સંરક્ષણ પ્રવૃત્તિઓ માટે જરૂરી વિશિષ્ટ રમતગમત, આઉટડોર અને શારીરિક તાલીમ પ્રવૃત્તિઓ હશે શારીરીક અને માનસિક શક્તિ માટે યોગ, રમતગમત, આઉટડોર તાલીમ અને પ્રવૃત્તિઓ વગેરે જેવી સશસ્ત્ર દળોમાં કારર્કિદી માટે આદર્શ અભ્યાસેતર પ્રવૃત્તિઓ દ્વારા બાળકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ અને જન્મજાત પ્રતિભાઓના સંવર્ધન પર નોંધપાત્ર ભાર મુકવામાં

આવશે. રક્ષાશક્તિ સ્કુલ્સમાં National Cadet Corps (NCC) ફરજીયાત રાખવામાં આવશે. વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા અને જરૂરીયાતો અનુસાર તાલીમ આપવા માટે અલાયદા શિક્ષકો અને/અથવા કોચ રાખવામાં આવશે.

8. કારર્કિદી માર્ગદર્શન અને કોચિંગઃ- રક્ષાશક્તિ સ્કુલ્સમાં વિદ્યાર્થીઓને સંરક્ષણ, અર્ધલશ્કરી, પોલીસ સેવાઓ, ફોરેન્સીક ઇન્વેસ્ટીગેશન, આંતરીક સિકયોરીટી, ઔધોગિક સિકયોરીટી વગેરે તમામ સંલગ્ન ક્ષેત્રોમાં સંભવિત કારર્કિદીની તકો માટે યોગ્ય રીતે માર્ગદર્શન અને વિષયલક્ષી કરવામાં આવશે. રક્ષાશક્તિ સ્કુલ્સમાં અભ્યાસ કરેલ તમામ વિદ્યાર્થીઓને ફરજીયાત પણે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) સંયુકત સંરક્ષણ સેવાઓ નાગરિક સેવાઓ અને સમાન સંબંધિત ક્ષેત્રોમાં કારર્કિદી બનાવવા માટે વિદ્યાર્થીઓને કોચિંગ આપવા માટે વિશિષ્ટ વ્યવસ્થા પણ કરવામાં આવશે.

9. આ શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને ધોરણ 6 થી 12 નું નિવાસી શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવશે

10. જે વિદ્યાર્થીઓએ સરકારી, અનુદાનિત કે ખાનગી શાળાઓમાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરેલ હોય, ધોરણ 5મા ચાલુ વર્ષે (શૈક્ષણિક વર્ષ 2022-23) અભ્યાસ કરી રહેલ હોય અને ધોરણ 6મા પ્રવેશ સમયે ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરશે તેવા વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પાત્ર બનશે.

જ્ઞાનસેતુ ડે સ્કૂલ વિશે જાણકારી IMAGE-1 | IMAGE-2

જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કુલ્સ અને જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્સિયલ સ્કુલ્સ વિશે જાણકારી IMAGE-1 | IMAGE-2

મોડેલ સ્કૂલ વિશે જાણકારી IMAGE-1

રક્ષાશકિત સ્કૂલ વિશે જાણકારી IMAGE-1 | IMAGE-2

Students who have studied class 1 to 5 in government and aided schools and who have completed class 5 will be able to take the common entrance exam for class 6 in all the above schools. Admission to class 6 will be given on the basis of merit in this Common Entrance Examination. 

Online Form Filling Period: March h 23, 2023 to April 05, 2023

Common Entrance Test Date: April 27, 2023

More details of the said advertisement can be seen on the State Examination Board website www.sebexam.org. Interested parties are advised to fill online application forms from 23 March 2023 to 05 April 2023.