INFORMATION OF NUMBERS AND ALPHABET PRINTING ON VEHICLES TYRES
ગુજરાતની ખ્યાતનામ વેબસાઈટ કમલકિંગ.ઈન પર તમારૂ અમે સ્વાગત કરીએ છીએ.
આજે અમે તમને વાહનોના ટાયર પર લખેલી માહિતી વિશે જાણકારી આપીશું.
કાર પર લખેલા નંબરમાં છુપાયેલ છે આ સિક્રેટ માહિતી, ટાયર લેતી વખતે જરૂર આ બાબતો ચેક કરવી.
તમે જે પણ કાર ખરીદો સેકન્ડ હેન્ડ અથવા નવી. જે પણ કાર ખરીદવા જાવ ત્યારે તેનું એન્જિન, એસેસરીઝ, સીટ કવર, તેની મ્યુઝિક સિસ્ટમ, સેટીંગ વગેરે વસ્તુ ધ્યાનથી જોતા હોઈએ છીએ.
કારના ટાયર આપણને નવા દેખાય તો તેની પર બહુ ધ્યાન આપતા નથી, પરંતુ તમને જાણાવી દઈએ કે કારના ટાયર પર જે આંકડા કે અંગ્રેજી અક્ષરોમાં લખેલું હોય છે.
તે માત્ર જોવા માટે નથી લખ્યું હોતું. તેની અંદર કેટલાક રહસ્યો છુપાયેલા છે. જેની તમને જાણ પણ નહીં હોય તો ચાલો આજે તમને રસપ્રદ માહિતી વિશે જણાવીએ
-માની લો કે, અપોલો કંપનીનું ટાયર છે. (ઉપરનો ફોટો) તેની પર 165/65-R-14-79-H લખેલું છે. ધ્યાન રહે કે કાર તમે જે પણ કંપનીની ખરીદી તેના ટાયર પર આ રીતે લખેલા અક્ષરો વાંચવાની રીત સરખી જ હોય છે.તમને જણાવીએ કે પહેલા કાર પર 165 લખેલું છે તેનો મતલબ થાય છે કે ટાયરની પહોળાય કેટલી છે તે દર્શાવે છે. 165ને MM માં કેલક્યુલેટ કરી શકાય છે. ટાયરની પહોળાય 165 mm છે.
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 1
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 2
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 3
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 4
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 5
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 6
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 7
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 8
વિજ્ઞાન વર્તમાન પડછાયાનું મહત્વ અને ફેંટમ ઉર્જા ભાગ 9
-આગળ જોઈએ કે 65 લખેલું છે તે કારની હાઈટ કેટલી હોય છે. તેને આગળના આંકડાની જેમ MMમાં માપવાની નથી હોતી. પરંતુ તેને 165 સાથે એટલે કે કારની પહોળાઈ સાથે કેલક્યુલેટ કરી એટલે કે 165*65=10725 નો હવે ભાગાકાર 100 સાથે કરવાનો એટલે કે આ ટાયરની હાઈટ 107.25 MM થશે.
નોકરીની માહિતી જોવા માટે અહીં ક્લિક કરો (ટચ કરો)-આ રીતે તેની હાઈટ અલગ રીતે માપી શકાય છે.
પછી R લખેલું છે એટલે તેનો મતલબ એ થયો કે આ ટાયરનું કસ્ટકશન કેટલું છે અને આરનો મતલબ રેડિયલ છે, પરંતુ કેટલીક કારમાં B લખેલું હોય છે તો બાયસપ્લાય. અને કેટલીક કાર પર તમને D જોવા મળશે તો ડાગ્લેનપ્લાય. જો કંઈ લખેલું ન હોય તો સમજવું ક્રોસ પ્લાય છે. આજકાલ મોટાભાગના કારમાં રેડિયલ ટાયર આવતા હોય છે.
-તેની પાછળ 14 લખેલું છે એટલે કે કાર પર જે લોખંડની રિંગ (રીમ) લાગેલી છે તે 14 ઇંચની છે. એટલે કે 14 ઇંચની રીમ પર અથવા અલોય વ્હીલ પર આ ટાયર ફિટ થશે. તેનાથી નાની રીમ એ મોટી રીમ પર આ ટાયર ફિટ નહીં થઈ શકે.
સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ટચ કરો (ક્લિક કરો)એટલે કે આ કારનું ટાયર કેટલો લોડ લઈ શકે છે. જેમ કે આ 79 નું ટાયર 437 kg જેટલો એક ટાયર લોડ લઈ શકે છે. લોડ કેપેસિટીનો આખો ચાર્ટ આપેલો હોય છે. તે તમે નીચે જોઈ શકો છો.
H નો મતલબ થાય કે તમારી કારનું ટાયર કેટલી ફૂલ સ્પીડ સુધી પ્રોપર ચાલશે. જેમ કે, આ ટાયર પર H આપેલું છે, તો આ ટાયર 210 kmpl ની સ્પીડ સુધી પરફોર્મ કરી શકે છે.
દરેક ટાયર પર અલગ અલગ કોડ હોય છે, તે તમે નીચે જોઈ શકો છો. જેથી તમે ક્યાંય મુસાફરી માટે નીકળો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહે.
હેલ્થ કેર જાણકારી (આરોગ્ય ટીપ્સ) માટે અહીં ક્લિક કરો (ટચ કરો)ટ્રેડવેઅર એટલે કે આ ટાયર કેટલો સમય ચાલશે. આ ટાયરની ટ્રેડ વેર રેટિંગ 300 આપેલી છે, તો મતલબ કે, જે ટાયરની ટ્રેડવેર રેટિંગ 200 હશે તેના કરતાં આ ટાયર વધુ ટકાઉ કહી શકાય, અને કોઈ ની રેટિંગ 400 હોય તો તેના કરતાં આ ટાયર ઓછું ટકાવ કહી શકાય. (પણ ફાઇનલી તો તમે કેવી રીતે અને કઈ જગ્યા પર કાર ચલાવો છો તેના પર ટાયર કેટલું લાંબુ ચાલે તે નક્કી થાય)
વિવિધ ઉપયોગી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો (ટચ કરો)
ટ્રેક્શન
ટ્રેક્શન નો મતલબ તેના પર એ લખેલો છે એટલે કે ભીની સપાટી પર કેવું પરર્ફોમન્સ કરશે તે આ જણાવે છે. આ ટ્રેકશન 4 રેટિંગમાં માપવામાં આવે છે, AA, A, B અને C. જો AA હોય તો ટાયર વધુ સારું ચાલે અને C હોય તો, તો તે ટાયર વધારે સારું ભીની સપાટી પર નથી ચાલતું.
CCC EXAM INFORMATION WEBSITE ટેમ્પેરેચર
કાર ચાલે એટલે ટાયરનું ટેમ્પરેચર વધે, એટલે આ B છે તે ટાયરનું કેટલું વધુ ટેમ્પરેચર હેન્ડલ કરી શકે તેની માટે દર્શાવે છે. આમાં આ A,B,C એમ ત્રણ ગ્રેડ આવે છે, A એટલે વધુ સારું અને C એટલે થોડું નબળું.
-તેના પછી એક આંકડા લખેલા હોય છે. તે ટાયરની એક્સપાયરી ડેટ લખેલી હોય છે.
2615 માં 26 નો મતલબ થાય છે અઠવાડિયું અને 15 નો મતલબ થાય છે વર્ષ. આ ટાયર 2015 ના 26 માં અઠવાડિયામાં એટલે કે અંદાજે જૂન મહિનામાં બનેલું છે.
કારના ટાયરની આ માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં પ્રતિભાવ જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે.
તેમજ વધુ માહિતી માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે 👉 WHATSAPP GROUP 👈પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે. તેમ છતાં તમે સચોટ અને વધારે માહિતી માટે જે તે ટાયર કંપનીની વેબસાઇટ પર જઈને માહિતી મેળવી શકો છો. અહીં આપેલી માહિતી ફકત એક જાણકારી માટે જ છે.