Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ધોરણ 12 પછી NSP – નેશનલ સ્કોલરશીપ પોર્ટલ શિષ્યવૃતિ યોજના NATIONAL SCHOLARSHIP PORTAL



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ધોરણ 12 પછી NSP – નેશનલ સ્કોલરશીપ પોર્ટલ શિષ્યવૃતિ યોજના

WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.

ધોરણ 12 પછી NSP – નેશનલ સ્કોલરશીપ પોર્ટલ શિષ્યવૃતિ યોજના 2022


NNSP : સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશિપ ફોર કોલેજ એન્ડ યુનિ. “સ્ટુડન્ટસ” યોજના હેઠળ ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022 માં લેવાયેલી ધોરણ 12ની વાર્ષિક પરીક્ષામાં સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહમાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ સાથે ઉત્તીર્ણ કરેલ હોય તથા જેના વાલીની વાર્ષિક આવક રૂ. 4,50,000/- સુધી હોય, તેવા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકશે.

વર્ષ 2018 થી 2021 સુધીમાં જે વિદ્યાર્થીઓએ આ શિષ્યવૃત્તિની યોજના હેઠળ લાભ મેળવેલ છે તેમજ વર્ષ 2022 માં રિન્યૂઅલ શિષ્યવૃત્તિ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તેઓએ National e-scholarship Portal www.scholarships.gov.in ની વેબસાઇટ પર રિન્યૂઅલ માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

આ પણ વાંચો :- ગુજરાતના તમામ ગામ અને શહેરના નકશા જુઓ PDF

આ આર્ટિકલમાં આપણે જાણીશું

[NSP] નેશનલ સ્કોલરશિપ પોર્ટલ 2022

[NSP] નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પાત્રતા માપદંડ

[NSP] નેશનલ સ્કોલરશીપ પોર્ટલમાં અરજી કેવી રીતે કરવી?

[NSP] સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ

[NSP] નેશનલ સ્કોલરશિપ પોર્ટલ 2022

ભારત સરકાર અને આસામ, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુ, ગુજરાત, ચંદીગઢ, ઉત્તરાખંડ અને વધુ રાજ્યોની રાજ્ય સરકાર દર વર્ષે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે. શિષ્યવૃત્તિ આપવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ શિષ્યવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ આમંત્રિત કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા “નેશનલ સ્કોલરશિપ પોર્ટલ” નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા દેશમાં ચાલી રહેલી વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચો :- વ્હાલી દીકરી યોજના 2022 , વાંચો સંપૂર્ણ માહિતી

[NSP] નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પાત્રતા માપદંડ

NSP શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માટે તમારે નીચે પાત્રતા દર્શાવેલ છે.

અરજદાર એવા પરિવારનો હોવો જોઈએ જેની આર્થિક સ્થિતિ નબળી હોય

તે/તેણી ભારતીય નાગરિક હોવો જોઈએ

અરજદાર SC/ST/OBC/EBC/લઘુમતી સમુદાયનો હોવો જોઈએ અથવા સામાન્ય શ્રેણી BPL શ્રેણી હેઠળ આવે છે

તેણે/તેણીએ ઓથોરિટી સ્કીમ મુજબ નિર્દિષ્ટ કરેલ પાત્રતાની શરતો પૂરી કરવી આવશ્યક છે.

નેશનલ સ્કોલરશીપ પોર્ટલમાં અરજી કેવી રીતે કરવી?

આ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલ પ્રક્રિયા અનુસરો.

સૌ પ્રથમ, આ https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction વેબસાઈટ પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.

ત્યાર બાદ એપ્લિકેશન ID, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને લોગીન કરો.

લોગીન કર્યા પછી તમામ વિગતો દાખલ કરવાની રહેશે.

બસ! આટલું કરશો એટલે તમારી અરજી confirm થઈ જશે.

આ પણ વાંચો :- અન્ય સરકારી યોજના 2022

અગત્યની તારીખ

યોજનાનું નામ  વિદ્યાર્થીઓએ નવી (FRESH)/જૂની (RENEWAL) અરજી ONLINE કરવાની છેલ્લી તારીખ શાળા/કોલેજ સંસ્થાઓએ નવી (FRESH)/જૂની (RENEWAL) અરજીઓ અને Delect થયેલી અરજીઓને ONLINE Verification કરવાની છેલ્લી તારીખ

પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 30/09/2022 16/10/2022

પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 31/10/2022 15/11/2022

મેરીટ કમ મીન્સ-શિષ્યવૃત્તિ યોજના 31/10/2022 15/11/2022

આ પણ વાંચો :- પોસ્ટ ઓફિસ અકસ્માત વિમા યોજના , વાંચો સંપૂર્ણ માહિતી

NSP સ્કૉલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ

NSP માં અરજી કરવા માટે ઉપયોગી ડોક્યુમેન્ટ નીચે મુજબ લીસ્ટ આપેલ છે.

ફોટો

ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)

ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે)

(નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )

ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.

જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)

આવકનો દાખલો

આધાર કાર્ડ

બેન્ક પાસબુક

ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર )

LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)

શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)

હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)

બ્રેક એફિડેવિટ સર્ટિ

(જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)

હેલ્પ લાઈન નંબર

કોઈપણ તકનીકી પ્રશ્નો માટે હેલ્પડેસ્કનો સંપર્ક કરો helpdesk[at]nsp[dot]gov[dot]in અથવા 0120-6619540

(રજા સિવાયના તમામ દિવસોમાં સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી)

અગત્યની લીંક

નવું રજિસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરો 

નવા વિદ્યાર્થીઓને અરજી કરવા માટે : અહી ક્લિક કરો

જૂના વિદ્યાર્થીઓને અરજી કરવા માટે : અહી ક્લિક કરો

પાછલા વર્ષની અરજીનું સ્ટેટ્સ ચેક કરવા માટે: અહી ક્લિક કરો

શિષ્યવૃતિ અંગે વધુ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો (ટચ કરો)

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

પ્રી-મેટ્રિક, પોસ્ટ મેટ્રિક અને મેરિટ કમ મીન્સ આધારિત શિષ્યવૃત્તિ યોજનાઓ માટે કોણ અરજી કરવા પાત્ર છે?

છ સૂચિત લઘુમતી સમુદાયોના વિદ્યાર્થીઓ જેમ કે, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, પારસી (પારસી) ફક્ત ભારતમાં અભ્યાસ કરતા અને યોજના માર્ગદર્શિકાઓને પરિપૂર્ણ કરતા આ શિષ્યવૃત્તિઓ માટે અરજી કરવા પાત્ર છે.

NSP શિષ્યવૃત્તિ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરી શકું?

પ્રી-મેટ્રિક, પોસ્ટ મેટ્રિક અને મેરિટ કમ મીન્સ આધારિત શિષ્યવૃત્તિ યોજનાઓ ઓનલાઈન યોજનાઓ છે અને આમાંથી કોઈપણ યોજના હેઠળ નવી અથવા નવીકરણ શિષ્યવૃત્તિ માટે www.scholarships.gov.in પર નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NSP) પર અરજી કરી શકે છે.

અપલોડ કરવાના દસ્તાવેજોના પ્રકાર અને કદ શું હોવા જોઈએ?

ફાઈલનું ફોર્મેટ pdf અને jpeg હોવું જોઈએ અને દરેક ડોક્યુમેન્ટની સાઈઝ 200 kb થી વધુ ન હોવી જોઈએ.

જો તમે એપ્લિકેશન ID ભૂલી જાઓ તો શું કરવું જોઈએ?

એપ્લિકેશન ID ના પુનઃસંગ્રહની પ્રક્રિયા નીચે મુજબ આપવામાં આવી છે;

વિદ્યાર્થી લૉગિન -> “નોંધણી વિગતો ભૂલી ગયા છો? ” પછી તે મુજબ મૂળભૂત ક્ષેત્રો દાખલ કરો અને “નોંધણી વિગતો મેળવો” બટન પર ક્લિક કરો.

NSP અરજીનું સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે તપાસવું જોઈએ?

તમારું એપ્લિકેશન આઈડી અને પાસવર્ડ દાખલ કરીને ‘સ્ટુડન્ટ લોગિન’ વિકલ્પ હેઠળ લોગિન કરવું પડશે. એકવાર લોગીન થઈ ગયા પછી, તમે ‘તમારી સ્થિતિ તપાસો’ વિકલ્પ જોઈ શકશો. આ વિકલ્પ હેઠળ તમે તમારું ઓનલાઈન સ્ટેટસ ચેક કરી શકો છો.

THANKS FOR DAILY VISIT WWW.KAMALKING.IN FOR ALL TYPES OF LATEST UPDATES LIKE LATEST JOBS UPDATES AND EDUCATIONAL UPDATES.