Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ધોરણ-8    સેમ-2 વિષય- વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ-1   વાયુની બનાવટ ■નાઈટ્રોજન વાયુની બનાવટ■



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ધોરણ-8    સેમ-2
વિષય- વિજ્ઞાન અને ટેકનોલોજી
પ્રકરણ-1   વાયુની બનાવટ
■નાઈટ્રોજન વાયુની બનાવટ■

★સાધનો:
પારદર્શક કાચની બોટલ,ત્રીપાઈ,તારની જાળી,સ્પીરીટ લેમ્પ

★પદાર્થ:
એમોનિયમ ક્લોરાઈડ (NH4Cl -નવસાર),સોડીયમ નાઈટ્રાઈટ (NaNO2) નું દ્રાવણ

★રીત:

1- એક પારદર્શક કાચની બોટલ લો.
2-તેમાં એમોનિયમ ક્લોરાઈડ (NH4Cl -નવસાર) અને સોડીયમ નાઈટ્રાઈટ (NaNO2) નું દ્રાવણ લો.
3-કાચની બોટલને સ્પીરીટ લેમ્પ વડે ગરમ કરો.
4-એમોનિયમ ક્લોરાઈડ (NH4Cl -નવસાર) અને સોડીયમ નાઈટ્રાઈટ (NaNO2) વચ્ચે રસાયણિક પ્રક્રિયા થઇ નાઈટ્રોજન વાયુના પરપોટા નીકળતા દેખાય છે.

★નાઈટ્રોજન વાયુના ભૌતિક ગુણધર્મો:

1-તે રંગહીન,ગંધ હીન,સ્વાધીન વાયુ છે
2-તે દહનશીલ કે દહન પોષક નથી
3-તે લીટમસ પત્ર પ્રત્યે તટસ્થ છે

★નાઈટ્રોજન વાયુના ઉપયોગો:

1-તે હવામાં ઓક્સીજન ની ક્રિયાશીલતા ઓછી કરે છે
2-તે નિષ્ક્રિય વાતાવરણ કરવા માટે ઉપયોગી છે
3-ફિલ્મ તેમજ નાટકોમાં કૃત્રિમ ધુમાડો કે વાદળો બનાવવા માટે
4-કેટલાક વાહનો ના ટાયરોમાં ટ્યુબ માં નાઈટ્રોજન વપરાય છે
5-કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ તેના પર રહેલા એક પ્રકારના બેક્ટેરિયા વડે નાઈટ્રોજન નો ઉપયોગ કરી પ્રોટીન યુક્ત ખોરાક બનાવે છે
6-એમોનીયા,યુરીયા,નાઈટ્રીક એસીડ જેવા રસાયણો બનાવવા માટે જરૂરી છે