Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

START UP INDIA: BENEFITS IN INCOME TAX | FULL DETAILS



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

START UP INDIA: BENEFITS IN INCOME TAX | FULL DETAILS

સ્ટાર્ટ અપ ઇન્ડિયા: ઇન્કમટેક્સ માંથી મુક્તિ
પેટન્ટ ફીમાં ૮૦ ટકાનો ઘટાડો
સંશોધન માટે દસ લાખ બાળકોની પસંદગી કરાશે

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૬
નવો બિઝનેસ શરૃ કરવા માગતા લોકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાનું  મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'સ્ટાર્ટ-અપ ઇન્ડિયા' અભિયાન લોન્ચ કર્યુ હતું. નવી દિલ્હીમાં વિજ્ઞાાન ભવનમાં આ અભિયાન શરૃ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમે સ્ટાર્ટ-અપ અભિયાનને પ્રાથમિકતા આપીશું. અભિયાનની વધુ વિગતો આપતા મોદીએ કહ્યું હતું કે નવો બિઝનેસ શરૃ કરનારાઓને પ્રથમ ત્રણ વર્ષ સુધી કોઇ ટેક્સ ચૂકવવો નહીં પડે અને કોઇ પણ અધિકારી તપાસ માટે આવશે નહીં. તેમના માટે લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સમાં પણ રાહત આપવામાં આવશે. તેમને ભંડોળ પૂરુ પાડવા માટે ૧૦,૦૦૦ કરોડના ફંડની રચના કરાશે.
મોદીએ જણાવ્યું હતું કે ભારતના લોકો પાસે અનેક આઇડિયા છે અને જો તેમને તક મળે તો તેઓ અદ્ભૂત કાર્ય કરી શકે છે. સ્ટાર્ટ-અપની ઉપયોગિતા જોખમ લેવાથી નક્કી થાય છે. દરેકને એક શરૃઆતની જરૃર હોય છે. જે લોકો કંઇક કરવા માગે છે તેમના માટે નાણા મહત્ત્વપૂર્ણ નથી. જોખમ ઉઠાવવુ જરૃરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે લાલ કિલ્લા પરથી 'સ્ટાર્ટ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા'નું સૂત્ર આપ્યું હતું. મોદી ઇચ્છે છે કે જે રીતે ૧૯૯૦ના દાયકામાં દેશની અર્થવ્યવસ્થાને ઉદારીકરણ દ્વારા જે રીતે પાટા પર લાવવામાં આવી તે રીતે સ્ટાર્ટ-અપ દ્વારા ફરીથી આવી જ રીતે આર્થિક વિકાસ સાધવામાં આવે.
આ અભિયાન માટે એક વેબપોર્ટલ અને મોબાઇલ એપની પણ જાહેરાત કરવામાં આવી શકે છે જેથી સંગ્ર સિસ્ટમને પારદર્શક બનાવી શકાય .
સ્ટાર્ટ-અપની બાબતમાં ભારત અમેરિકા અને બ્રિટન પછી ત્રીજા ક્રમે છે. વર્ષ ૨૦૧૫માં ૪૫૩૬ લોકોએ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ ૨૦૧૩માં આ સંખ્યા ૩૪૫૧ હતી. જ્યારે ૨૦૧૧માં ૭૯૧ લોકોએ પોતાનો બિઝનેસ શરૃ કર્યો હતો. ભારતમાં સ્ટાર્ટ-અપનો પ્રસ્તાવ ભલે નવો હોય પણ વિદેશમાં આ અભિાયનનું ચલણ અગાઉથી જ છે. સ્ટાર્ટ અપ કાર્યક્રમમાં અમેરિકાની સિલિકોન વેલીના ૪૦ સીઇઓ પણ ભાગ લઇ રહ્યાં છે.
http://kamalkingchaudhari.blogspot.com

સ્ટાર્ટ-અપ એકશન પ્લાનના મુખ્ય મુદ્દા

* સેલ્ફ સર્ટિફિકેટ આધારિત કમપ્લાયંસની વ્યવસ્થા
* ત્રણ વર્ષ સુધી કોઇ ઇન્સ્પેકશન નહીં
* સ્ટાર્ટ-અપ માટે વેબ પોર્ટલ અને મોબાઇલ એપ
* નાના અને સરળ ફોર્મ દ્વારા ઇ-રજિસ્ટ્રેશન
* સ્ટાર્ટ-અપ માટે એક્ઝિટની પણ વ્યવસ્થા
* પેટન્ટ ફીમાં ૮૦ ટકા સુધીનો ઘટાડો
* ઇન્ટેલક્ચુઅલ પ્રોપર્ટી માટે કાયદાકીય મદદ
* સ્ટાર્ટ-અપના નફા પર ત્રણ વર્ષ સુધી ટેક્સ નહીં
* અગ્રણી શહેરોમાં સલાહ માટે નિઃશુલ્ક વ્યવસ્થા
* સ્ટાર્ટ-અપ ઇન્ડિયા હબ હેઠળ સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ
* જાહેર અને સરકારી ખરીદમાં સ્ટાર્ટ-અપને રાહત મળશે
* ૧૦ હજાર કરોડ રૃપિયાનું ફંડ રચવામાં આવશે જેમાંથી દર વર્ષે ૨૫૦૦ કરોડ રૃપિયાનું ભંડોળ સ્ટાર્ટ-અપને આપવામાં આવશે
* ચાર વર્ષ સુધી દરેક વર્ષ દીઠ ૫૦૦ કરોડ રૃપિયાનું ક્રેડિટ ગેરન્ટી ફંડ બનાવવામાં આવશે
* શેર માર્કેટ વેલ્યુથી ઉપરના રોકાણ પર ટેક્સમાં રાહત આપવામાં આવશે
* અટલ ઇનોવેશન મિશન હેઠળ સ્ટાર્ટ-અપને વધુ સ્પર્ધાત્મક બનાવાશે
* ૩૫ નવા ઇન્ક્યૂબેશન સેન્ટર ખોલવામાં આવશે
* બાળકોમાં સંશોધન વધારવા માટે ઇનોવેશન કોર પ્રોગ્રામ શરૃ કરાશે
* સંશોધનને આગળ વધારવા ૫ લાખ શાળાના ૧૦ લાખ બાળકોની પસંદગી કરાશે
* પોતાની મિલકત વેચીને સ્ટાર્ટ-અપ શરૃ કરનારાઓને કેપિટલ ગેઇનમાં રાહત મળશે

સ્ટાર્ટ અપ અંગે ભારત મોડેથી જાગ્યું, હું પોતે પણ જવાબદાર ઃ રાષ્ટ્રપતિ 
લાયસન્સ રાજ સમાપ્ત થઇ જશે, સરકાર માત્ર સુવિધા આપવાનું કાર્ય કરશે ઃ જેટલી
નવી દિલ્હી, તા. ૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર્ટ અપ અભિયાનની શરૃઆત અગાઉ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે ભારત આ અંગે મોડેથી જાગ્યું છે અને વિલંબ માટે હું પણ જવાબદાર છું કારણકે હું પોતે પણ ભૂતકાળમાં વહીવટી તંત્રમાં રહી ચૂક્યો છું.
સિલિકોન વેલીના કેટલાક સીઇઓના પ્રતિનિધિમંડળ સાથે વાત કરતા મુખર્જીએ જણાવ્યું હતું કે ભારતે આગામી ૧૦ થી ૧૫ વર્ષમાં ૧૦ ટકાના દરે વિકાસ કરવાની જરૃર છે જેથી કરીને ગરીબી અને સ્વાસ્થ્ય સુવિધાઓ જેવા મુદ્દાઓ ઉકેલી શકાય.
સ્ટાર્ટ અપ ઇન્ડિયા અભિયાન માટે વિજ્ઞાાન ભવનમાં આયોજિત એક દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા જેટલીએ કહ્યું હતું કે મોટી કંપનીઓ માટે બનાવવામાં આવેલા નિયમન તંત્રથી સ્ટાર્ટ અપને અલગ રાખવા માટે બજેટમાં નવું કર માળખું જાહેર કરવામાં આવશે. આ માળખા હેઠળ નવી કંપનીઓના લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સમાં ઘટાડો કરવામાં આવશે.
આ દરમિયાન નાણાપ્રધાન અરુણ જેટલીએ આજે જણાવ્યું હતું કે સ્ટાર્ટ અપ ઇન્ડિયાથી દેશમાં લાયસન્સ રાજ સમાપ્ત થઇ જશે અને સરકાર ફક્ત સુવિધા પ્રદાતા તરીકે કાર્ય કરશે.

Source:
Gujarat Samachar