Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

પૃથ્વીની સપાટી થી પૃથ્વીના કેન્દ્ર સુધીની સફર



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

પૃથ્વીની સપાટી થી પૃથ્વીના કેન્દ્ર સુધીની સફર

મિત્રો તમારા મનમાં એવો સવાલ જરૂર થયો હશે કે જો પૃથ્વીની સપાટી પરથી પૃથ્વી ને ખોદવાનું શરુ કરીએ અને છેક પૃથ્વીના કેન્દ્ર સુધી ખોદતા જઈએ તો આપણે પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી શકીએ?

પ્રેક્ટીકલ રીતે જોકે આ શક્ય નથી પણ સૈધાંતિક રીતે જોઈએ તો પૃથ્વીની સપાટીથી 6378 કિમી ઊંડે પૃથ્વીનું કેન્દ્ર આવેલ છે.પૃથ્વીના કેન્દ્રમાં 6726 ડીગ્રી સેલ્સીયસ જેટલું અતિ તીવ્ર તાપમાન હોય છે, જે સૂર્યની સપાટી પરના તાપમાન  કરતાં પણ વધુ છે.
ફરી સરખામણી કરવી હોય તો કહી શકાય કે ઉનાળામાં ગુજરાતમાં તાપમાન 45 કે 47 ડીગ્રી સેલ્સીયલ જેટલું ઊંચું જાય એટલામાં તો આપણે તોબા પોકારી જઈએ છીએ!

આપણે પૃથ્વી પરની જમીનમાં ઊંડા ઊતરતા જઈએ તો પહેલા ૩૫ કિલોમીટર સુધી પૃથ્વીનો સૌથી ઉપલો, સખત પોપડો જોવા મળે.
પૃથ્વી પર હિલોળા લેતા મહાસાગરોની સરેરાશ ઊંડાઈ ૩.૭ કિલોમીટર જેટલી છે, જોકે પ્રશાંત મહાસાગરમાં, મરીના ટ્રેન્ચ તરીકે ઓળખાતું સૌથી ઊંડું પોલાણ લગભગ ૧૧ કિલોમીટર ઊંડું છે. વર્ષ ૨૦૧૨માં ફિલ્મમેકર જેમ્સ કેમેરુન આ ખાઈ સુધી પહોંચ્યા હતા

માણસ પૃથ્વીની સપાટીથી ૩૫ કિલોમીટર સુધીના સખત પોપડાનો માંડ દસમો ભાગ, ૩.૯ કિલોમીટર જેટલો જ ઊંડો ઊતરી શક્યો છે.
હવે આ લેખની મુખ્ય શરૂઆત થાય છે.

ધારો કે આપણે આથી પણ વધુ ખોદકામ કરી વધારે ઊંડાઈએ પહોંચ્યા અને હવે આપણે પૃથ્વીની સપાટીથી 3000 કિમી અંતરે છીએ જ્યાં ધગ ધગતો લાવા છે.
હજુ એમ ધારો કે આપણે આ ગરમ લાવાના દરિયાને પણ પાર કરી ગયા છીએ છતાં પણ અહીંથી પૃથ્વીનું કેન્દ્ર 3500 કિમી દુર છે અને આપણે ત્યાં સુધી જવાનું છે.

આ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરશો એટલે એક સરસ મજાનું ઇન્ફોગ્રફીક્સ તમારી સામે આવશે.
જેમાં જમણી તરફ સમુદ્ર અને ડાબી તરફ જમીન આવેલ છે.અહી બંને બાજુ ડ્રીલ છે અને આ ડ્રીલ ને માઉસ વડે આપણે નીચે તરફ ઉતારવાની છે.

આમ કરવાથી બંને બાજુ જેમ તમે નીચે ઉતરતા જશો તેમ જે તે ઊંડાઈ પર આવેલ માહિતી ખુલતી જશે.

અહી નમુના રૂપ થોડી માહિતી આપેલ છે પણ પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચવા માટે તમારે ક્લિક કરી જાતે જ બધી માહિતી જોવી પડશે

તો હવે, આપણે જમીન અને પાણીમાં ઊંડે ઊતરતા જઈએ અને કેટલી ઊંડાઈએ શું છે તે જાણતા જઈએ.

અહીં તમામ માહિતી આવરી શકાઈ નથી, એ તમારે મૂળ ઇન્ફોગ્રાફિકમાં તપાસવી પડશે.

૫ મીટર : ઓલિમ્પિક સ્વીમિંગ પૂલની ઊંડાઈ.

૬ મીટર : જમીનમાં કોઈ કાર આટલે લે ઊંડે દાટવામાં આવી હોય તો તેને ઊંચી ક્ષમતાનાં મેટલ ડિટેક્ટર પકડી શકે છે,પરંતુ આટલી ઊંડાઈએ કારથી નાની ધાતુની વસ્તુઓ મેટલ ડિટેક્ટર પકડી શકતાં નથી.

૭ મીટર : પૃથ્વી પરનાં ગાઢ જંગલોનાં વૃક્ષો વધુમાં આટલે ઊંડે સુધી પોતાનાં મૂળ ઉતારી શકે છે અને તેમાંથી પાણી શોષી શકે છે.

૧૦ મીટર : સમુદ્રમાં આટલી ઊંડાઈએ પહોંચ્યા પછી પાણીના દબાણમાં શ્વાસ લેવાથી ‘નાઇટ્રોજન નાર્કોસિસ’ નામે ઓળખાતી અસરથી માથું ભમવા લાગે છે.

૧૨ મીટર : જમીનમાં આટલી ઊંડાઈ સુધી મગરના દર જોવા મળે છે, કોઈ પણ પ્રાણીના આ સૌથી ઊંડા દર છે.

૧૮ મીટર : ચીનની રાજધાની બિજિંગ નીચે, આટલી ઊંડાઈએ એક અન્ડરગ્રાઉન્ડ સિટી તૈયાર થયેલું છે. ૧૯૬૯થી ૧૯૭૯ દરમિયાન, સોવિયેત સંઘ સાથેના સંબંધો બગડતાં અણુયુદ્ધ થવાના ડરથી ચીને, રક્ષણ માટે અંડરગ્રાઉન્ડ ટનલ્સનું આ વિશાળ નેટવર્ક બનાવ્યું હતું.
આ ટનલ્સ કુલ ૮૫ ચોરસ કિલોમીટરમાં પથરાયેલી હતી (આપણા ગાંધીનગર શહેર કરતાં લગભગ અડધું ક્ષેત્રફળ).
ચીની સરકારનો દાવો હતો કે બિજિંગ પર હુમલો થાય તો બિજિંગની ૬૦ લાખની વસતિને આ ટનલમાં રક્ષણ મળી શકે તેમ હતું.

૩૩ મીટર : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, લંડન શહેર નીચે આટલી ઊંડાઈએ એક બોમ્બ શેલ્ટર બનાવવામાં આવ્યું હતું. હવે તેનો ઉપયોગ અંડરગ્રાઉન્ડ ફાર્મ તરીકે થાય છે.
કુલ ૮૦૦૦ લોકોને સમાવી શકાય એવડી, ૪૩૦ મીટર લાંબી બે ટનલમાં હવે શાકભાજી ઉગાડવામાં આવે છે!

૩૫ મીટર : નાયગ્રા ધોધ પરથી પડતું પાણી, નીચે રહેલા પાણીની સપાટીથી આટલે ઊંડે સુધી ધકેલાય છે.

૪૨ મીટર : ઇટલીમાં આવેલા સૌથી ઊંડા સ્વીમિંગ પૂલની ઊંડાઈ (સરખામણી માટે, દિલ્હીના કૂતુબ મિનારની ઊંચાઈ ૭૩ મીટર છે)

▶▶પૃથ્વીના કેન્દ્રની સફર માટે:
અહીં ક્લિક કરો