Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ધોરણ-8 સેમ-2 વિષય- વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ-1 વાયુની બનાવટ ■કાર્બન ડાઈઓક્સાઈડ વાયુની બનાવટ■



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ધોરણ-8    સેમ-2
વિષય- વિજ્ઞાન અને ટેકનોલોજી
પ્રકરણ-1   વાયુની બનાવટ

■કાર્બન ડાઈઓક્સાઈડ વાયુની બનાવટ■

★સાધનો:
પારદર્શક કાચની બોટલ,અગરબતી

★પદાર્થ:
આરસ પહાણ ના ટુકડા,હાઈડ્રોક્લોરિક એસીડ

★રીત:
1-પારદર્શક કાચની એક બોટલ લો
2-તેમાં આરસ પહાણ ના નાના નાના ટુકડા ભરો
3-તેમાં થોડો હાયડ્રોક્લોરિક એસીડ ઉમેરો
4-આરસ પહાણ ના ટુકડા અને હાયડ્રોક્લોરિક એસીડ વચ્ચે રસાયણિક પ્રક્રિયા થઇ કાર્બન ડાઈઓક્સાઈડ વાયુ બને છે
5-કાચની બોટલમાં સળગતી અગરબતી ઉતારો અને થોડી વાર સુધી તેનું અવલોકન કરો

★અવલોકન:
જ્યોત સાથે સળગતી અગરબતી બુઝાઈ જાય છે.

☆નોંધ:
જ્યોત સાથે સળગતી અગરબતી બુઝાઈ જાય છે કારણ કે કાર્બન ડાઈઓક્સાઈડ દહન શીલ નથી કે દહન પોષક નથી તે માત્ર દહન શામક છે.આથી કાર્બન ડાઈઓક્સાઈડ સળગતી વસ્તુને ઓલવી નાખે છે.

★કાર્બન ડાઈઓક્સાઈડ વાયુના
ભૌતિક ગુણધર્મો:

1-તે રંગહીન,ગંધ હીન,સ્વાદહીન વાયુ છે
2-તે પાણીમાં અલ્પ દ્રાવ્ય છે.તેને વધુ દબાણ આપી પાણીમાં વધુ દ્રાવ્ય કરી શકાય છે
3-તે હવા કરતા ભારે છે
4-દહન શીલ નથી કે દહન પોષક નથી તે માત્ર દહન શામક છે.
5-તે ભીના ભૂરા લીટમસ પત્ર ને લાલ બનાવે છે,તેથી તે એસીડીક ઓક્સાઈડ છે.

★કાર્બન ડાઈઓક્સાઈડ વાયુના ઉપયોગો:

1-સોડા વોટર જેવા ઠંડા પીણા ની બનાવટમાં
2-આગ ઓલવવા અગ્નિશામક માં
3-કાર્બન ડાઈઓક્સાઈડ વાયુનું ઘન સ્વરૂપ ઠંડક ઉત્પ્પન કરવા માટે
4-ધોવાનો અને ખાવાનો સોડા બનાવવા માટે
5-ઈડલી,ઢોંસા વગેરે ના ખીરામાં આથો લાવવા માટે
6-વનસ્પતિની પ્રકાશસંશ્લેષણ ની ક્રિયામાં

▶▶ઉપરના પ્રયોગનો
વિડીયો જોવા માટે,
અહી ક્લિક કરો