Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Income tax new policy



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

આગામી તારીખ ૧ જૂનથી કોઈ પણ પ્રકારની મિલકતની લે વેચમાં કોઇપણ વ્યક્તિ કે સંસ્થા કોઈ પણ પ્રકારની મિલકતની ખરીદી કે વેચાણ અન્વયે રૂપિયા 20 હજારથી વધુની રકમ રોકડમાં ચૂકવી શકશે નહી. આવકવેરા નિયમમાં સુધારાનો ૧ જૂનથી અમલ થઈ જશે તે  મુજબ, ૧ જૂનથી મિલકતના ખરીદ વેચાણમાં મોટા પાયે રોકડ વ્યવહારો પર બ્રેક લાગશે. નિયમના ભંગ બદલ આકરા દંડની પણ જોગવાઇ છે.વર્ષ 2015 -16ના બજેટમાં કરવામાં આવેલી નવી જોગવાઇ અને તેના અમલીકરણ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આવકવેરા કાયદામાં આવેલા ફેરફાર મુજબ કોઇપણ સ્થાવર મિલકત એટલે કે, દુકાન, મકાન, ગોડાઉન, ખેતીની જમીન, બિનખેતીની જમીન, પ્લોટ, ફલેટ, બંગલો કે અન્ય મિલકતના ખરીદ- વેચાણમાં મહત્તમ વ્યવહારો ચેક, ડિમાન્ડ ડ્રાફટ કે ઇસીએસ (ઇલેક્ટ્રોનિક ચેક ક્લિયરિંગ સિસ્ટમ) મારફત કરવાના રહેશે. માત્ર રૂપિયા ૨૦,૦૦૦ સુધીની મર્યાદામાં રોકડ વ્યવહાર કરી શકાશે. જ્યારે, તેનાથી વધુના વ્યવહારો ફરજિયાત રીતે ચેક કે ડીડી મારફત કરવાના રહેશે.

આ જોગવાઇના અમલના ભંગ બદલ ૧૦૦ ટકા પેનલ્ટી સૂચવવામાં આવી છે. એટલે કે, જો કોઇના દ્વારા રૂપિયા ૧૦ લાખના રોકડમાં વ્યવહાર થયાનું ડિપાર્ટમેન્ટના ધ્યાન પર આવે તો, ડિપાર્ટમેન્ટ દ્વારા તેટલી જ રકમનો એટલે કે રૂપિયા ૧૦ લાખનો દંડ ફટકારવામાં આવી શકે છે. આમ  સૂચિત મર્યાદા બહારના જેટલી રકમના રોકડ વ્યવહાર થયા હશે તેટલો દંડ લાગુ પડશે.જો આવકવેરા વિભાગ દ્વારા જયારે પણ કોઈ સર્ચ અને સર્વે હાથ ધરવામાં આવશે ત્યારે  તપાસ દરમિયાન કોઇ કરદાતાની બેહિસાબી સંપત્તિની વિગતો મળી આવશે  ત્યારે તેવા  કિસ્સામાં જે વ્યવહારો રોકડમાં થયા હશે તેની ૧૦૦ ટકા પેનલ્ટીની સાથે  સાથે ૩૪ ટકા જેટલો ટેક્સ આકારવામાં આવશે.

૧ જૂનથી અમલી બની રહેલી જોગવાઇ મિલકત ખરીદ વેચાણના એડવાન્સ પેમેન્ટને પણ લાગુ પડશે. એટલે કે, જો કોઇ સોદામાં એડવાન્સ પેમેન્ટ કરવાનું હશે અને રૂપિયા ૨૦,૦૦૦થી વધુ વ્યવહારો હશે તો તે ચેક કે ડિમાન્ડ ડ્રાફટ જેવી ચેનલથી જ કરવા પડશે. ઉપરાંત એક વખત એડવાન્સ પેેમેન્ટ કરવામાં આવ્યું હોય અને બાદમાં સોદો રદ થાય તેવા કિસ્સામાં પાર્ટીને પરત કરવાના થતા હોય તેવા  પેમેન્ટના કિસ્સામાં પણ આ જોગવાઇનો અમલ કરવાનો રહેશે...
કમલ કિંગ ચૌધરી
દિયોદર