Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ધોરણ-8 સેમ-2 વિષય- વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ-1 વાયુની બનાવટ ■ હાઈડ્રોજન વાયુની બનાવટ■



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

ધોરણ-8    સેમ-2
વિષય- વિજ્ઞાન અને ટેકનોલોજી
પ્રકરણ-1   વાયુની બનાવટ

■ હાઈડ્રોજન વાયુની બનાવટ■

★સાધનો:
કસનળી,ટેસ્ટ ટ્યુબ હોલ્ડર,દીવાસળી

★પદાર્થો:
મેગ્નેશિયમ ના ટુકડા,હાઈડ્રોક્લોરિક એસીડ

★રીત:
1-એક કસનળી લો
2-તેમાં મેગ્નેશિયમ ના થોડા ટુકડા નાખો
3-મેગ્નેશિયમ ના ટુકડા પર થોડો હાઈડ્રોક્લોરિક એસીડ ઉમેરો
4-મેગ્નેશિયમ ના ટુકડા અને હાઈડ્રોક્લોરિક એસીડ વચ્ચે પ્રક્રિયા થઇ હાઈડ્રોજન વાયુ ઉત્પ્પન થાય
છે
5-કસનળીના મો પાસે સળગતી દીવાસળી રાખી તેનું અવલોકન કરો

★અવલોકન:
કસનળીના મો પાસે સળગતી દીવાસળી રાખતા હાઈડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે.
કેમ કે તે વાયુ દહનશીલ છે.

★ચેતવણી:
હાઈડ્રોજન વાયુ ધડાકા સાથે સળગતો હોવાથી પ્રયોગ વખતે હાઈડ્રોજન વાયુ જરૂર જેટલો ઉત્પન્ન થાય તે માટે HCl મંદ અને ઓછા પ્રમાણમાં લેવો તેમજ શિક્ષકો એ પ્રયોગ વખતે ખાસ કાળજી લેવી

★હાઈડ્રોજન વાયુના
ભૌતિક ગુણધર્મો:

1-તે રંગહીન,ગંધ હીન,સ્વાદહીન વાયુ છે
2-તે હવા અને બીજી વસ્તુ કરતા હલકો છે
3-તે દહનશીલ છે
4-તે લીટમસ પ્રત્યે તટસ્થ છે

★હાઈડ્રોજન વાયુ ના ઉપયોગો:

1-બલુન માં ભરવા માટે
2-રોકેટમાં બણતણ તરીકે
3-વિદ્યુત મેળવવા માટે

▶▶ઉપરના પ્રયોગનો
વિડીયો જોવા માટે,
અહી ક્લિક કરો